કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચેના વાક્યુદ્ધમાં હવે આપ નેતા પ્રવીણ રામે કાંતિભાઈ અમૃતિયાને સણસણતો જવાબ આપ્યો છે. કાંતિભાઈ અમૃતિયાના આમ આદમી પાર્ટીએ ઉપાડો લીધો છે તે નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારના ઉપાડા કાંતિલાલ અમૃતિયાને યાદ કરાવ્યા હતા.
કાંતિભાઈની 2 કરોડ આપવાની વાતમાં એમને આડે હાથ લેતા પ્રવિણ રામે આ બે કરોડ પરસેવાની કમાણીના છે કે પછી હરામની કમાણીના એવો પ્રશ્ન કર્યો તેમજ તેની ઉપર તપાસ બેસાડવા માંગ કરી હતી. મોરબી ઝુલતા પુલ વખતે આ 2 કરોડનો પટારો શું કામ ના ખોલ્યો તેવા વેધક સવાલ પ્રવીણ રામે કાંતિભાઈ અમૃતિયાને કર્યા હતા.
વધુમાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે, એકલા રાજીનામું આપવા જતા શંકરભાઈ કે સી આર પાટિલનો ડર લાગતો હોય તો અમે સાથે આવીશું, કારણકે ગોપાલભાઈ એ શપથ જ નથી લીધા એટલે રાજીનામાંનો કોઈ સવાલ જ નથી આવતો.