Home / Gujarat / Junagadh : After Delhi defeat AAP's account opened in Gujarat

દિલ્હીની હાર બાદ ગુજરાતમાં AAPનું ખાતું ખુલતા મળ્યો બુસ્ટર ડોઝ, જાણો ક્યાં ક્યાં મળ્યો વિજય

દિલ્હીની હાર બાદ ગુજરાતમાં AAPનું ખાતું ખુલતા મળ્યો બુસ્ટર ડોઝ, જાણો ક્યાં ક્યાં મળ્યો વિજય

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મળેલી કારમી હાર બાદ પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેજરીવાલની પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે. ગુજરાતમાં કેજરીવાલે ખાતું ખોલાવતા દિલ્હીમાં હારથી નિરાશ થયેલી પાર્ટીને મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યો છે.
 
દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે. સલાયાના વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ-૧ માં પાર્ટીના બધા ઉમેદવારો જીત્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની ટક્કરનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો. સલાયા નગરપાલિકાના વોર્ડ-૨માંથી પણ AAPના ચારેય ઉમેદવારો જીત્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જૂનાગઢમાં પણ ઝાડુને મળી સફળતા 

જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં. 3માં ઝાડુને લોકોને આવકાર આપ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના ચારેય સભ્યોએ જીત મેળવી છે. 

ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવાડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજ પડાણીયાએ સારું પ્રદર્શન કર્યું. જોકે, તે 31 મતથી ચૂંટણી હારી ગયા.

ચૂંટણી ક્યાં યોજાઈ હતી?

રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ હતી. આ ઉપરાંત વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની 106 બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી.

છત્તીસગઢમાં પણ AAPનું ખાતું ખુલ્યું

ત્રણ દિવસ પહેલા જ છત્તીસગઢમાં પણ AAPને સારા સમાચાર મળ્યા. અહીં, બિલાસપુરની બોદરી નગરપાલિકાના પ્રમુખ પદ પર આપ ઉમેદવાર નીલમ વિજય વર્માએ જીત મેળવી.

Related News

Icon