Home / Gujarat / Junagadh : BJP misused government vehicles

Visavadarમાં ભાજપે સરકારી વાહનનો દુરુપયોગ કર્યો, 'આપ'એ ઉઘાડું પાડી ચૂંટણીપંચમાં કરી ફરીયાદ

Visavadarમાં ભાજપે સરકારી વાહનનો દુરુપયોગ કર્યો, 'આપ'એ ઉઘાડું પાડી ચૂંટણીપંચમાં કરી ફરીયાદ

Visavadar News: જૂનાગઢની વિસાવદર બેઠક પર તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદાવરોને લઈને મેદાનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયા તથા ભાજપમાંથી કિરીટ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. એવામાં વિસાવદરમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપના પ્રચારમાં સરકારી વાહનનાં દુરુપયોગ સામે અનેક સવાલો ઉઠ્યા

વિસ્તારમાં ડોર ટુ ડોરના સરકારી વાહનનો પ્રચાર અર્થે ભાજપના ઝંડા લગાડવામાં ઉપયોગ થતો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ સરકારી વાહન પકડી પાડ્યું હતું. વિસાવદર મતક્ષેત્રના ડુંગરપુરમાં તેનો ઉપયોગ થતો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરે પુરાવા સાથે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી છે. ભાજપના પ્રચારમાં સરકારી વાહનનાં ઉપયોગ સામે મોટા સવાલો ઉઠ્યા છે.

કાર્યકર દ્વારા પુરાવાઓ સાથે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી

ચૂંટણીના સમયે ભાજપ પ્રચાર માટે આ પ્રકારના ગતકડાં કરતી હોય છે એવામાં વિસાવદર મતવિસ્તારમાં  ડોર ટુ ડોર ફરી વેસ્ટ કલેક્શન કરતા સરકારી વાહન પર ભાજપનો પ્રચાર કરવા માટે ઝંડા લગાવતા વિપક્ષે ઝડપી પાડ્યું હતું. અને સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા પુરાવાઓ સાથે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી હતી.

Related News

Icon