Home / Gujarat / Junagadh : Case of molestation of a girl by a professor in a college

જૂનાગઢની સરકારી કોલેજમાં પ્રોફેસર દ્વારા યુવતીની છેડતીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

જૂનાગઢની સરકારી કોલેજમાં પ્રોફેસર દ્વારા યુવતીની છેડતીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

જુનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જુનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી અને અશ્લીલ મેસેજ કર્યાનો આરોપ લાગ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતી સચિન પીઠડિયા નામની વિદ્યાર્થીને આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા બિભત્સ મેસેજ અને છેડતી કરવામાં આવી હતી, એટલું જ નહી કોલેજના ઇન્ટર્નલ પરિક્ષામાં ઓછા માર્ક આપવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો પ્રિન્સિપાલ સુધી પહોંચતાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.

પ્રોફેસરે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, મેં આવા કોઇ મેસેજ કર્યા નથી, આ બધા સ્ક્રીન શોટ ખોટા છે. વિદ્યાર્થિનીની છેડતીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં આસિ.પ્રોફેસર સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો જોવા મળ્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીઓને ઝડપથી ન્યાય મળે તે માટે વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સૌરાષ્ટ્ર શિક્ષણ જગતમાં પ્રોફેસર સામે ભારે ફિટકારની લાગણી વ્યાપી જવા પામી છે.

Related News

Icon