Home / Gujarat / Kutch : 50 percent shortage of teachers in schools of Kutch district after transfer of teachers

કચ્છ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની બદલી બાદ 50 ટકા શિક્ષકોની ઘટ

કચ્છ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની બદલી બાદ 50 ટકા શિક્ષકોની ઘટ

રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે વિધાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોના મંજૂર મહેકમ 9496માં 4305 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં ઓનલાઈન અને ઓફલાઈન બદલી થશે તેના બાદ 4304 શિક્ષકોની ઘટ છે. કચ્છના 10 તાલુકામાંથી સૌથી વધુ રાપર 432 , ભુજ 406, નખત્રાણા 380 અને અબડાસા 371 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે શિક્ષકોની બદલી બાદ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવાં ખાસ આયોજન કરવામાં ફરી ખોખલું આશ્વાસન. કચ્છની પ્રાથમિક શાળા નવા જ્ઞાન સહાય અને વિદ્યા સહાયક શિક્ષકોથી ઘટ પૂર્ણ કરવાની સરકાર તરફે આયોજન છે. માધ્યમિક શાળામાં ટૂંક સમય માં કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારનું આયોજન છે.

Related News

Icon