
Kutch news: કચ્છમાં આહીર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને ઘટાડવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. લોડાઈ વિભાગ પ્રાથરિયા આહીર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં દાગીનાની લેતી-દેતી પર અંકુશ મૂક્યો છે, સાથેજ પ્રી-વેડિંગ, મહેંદી રસમ, હલ્દી રસમ, અને બહારથી ભાડે કપડાં લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ આહીર સમાજમાં લગ્ન પ્રસંગમાં પાંચ જેટલા દાગીનાની લેતી-દેતી થતી હતી.લોડાઈ વિભાગ પ્રાથરિયા સમાજે દાગીનાની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂક્યો છે. હવેથી લગ્ન પ્રસંગમાં 40 ગ્રામ સુધી સોનાના દાગીનાની લેતી દેતી કરી શકાશે. આહીર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં મહેંદી રસમ, હલ્દીરસમ, પ્રી-વેડિંગ, તેમજ ભાડેથી કપડાં લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્નમાં વરરાજાને શેરવાની પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે હવેથી આહીર સમાજનો પરંપરાગત પહેરવેશમાં લગ્ન કરવાના રહેશે. મહેંદીરસમ અને હલ્દીરસમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ પરિવાર નિયમોનું ઉલ્લંઘન કરશેતો એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવો નિયમ બનાવ્યો છે.