Kutch News : અંજારમાં મિસ્ત્રી કોલોની પાસે 40 લાખની લૂંટ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.આ 3 આરોપીઓ અગાઉથી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની પણ શક્યતા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહાવીર ડેવલોપર્સની ઓફિસમાં છરી બતાવીને લૂંટારૂઓ રૂપિયા લઇ ફરાર થયા હતા.

