
રાજ્યમાં હની ટ્રેપના પણ કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હની ટ્રેપની માયાજાળમાં કેટલાય યુવાનો સપડાય છે. ત્યારે આવીજ એક ઘટના કચ્છના ભુજમાંથી સામે આવી છે. ગુજરાતના ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવીને નાણા પડાવવાની ઘટના સામે આવી છે.
હનીટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવી લીધા
મળતા અહેવાલ પ્રમાણે ભુજના યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ સાથે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે આ ગુનામાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
અબ્દુલ સમાની સંડોવણીની વાત પણ સામે આવી
ભુજ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબ્દુલ સમાની સંડોવણીની વાત પણ સામે આવી છે.યુવકને હનીટ્રેપમાં ફસાવી યુવતી સાથે તેના ફોટા પાડી બ્લેકમેલ કરી 22 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે.પોલીસે હમીદ સમા સહિત અન્ય આરોપીની અટકાયત કરી છે.