
મહીસાગરમાંથી ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાદ એક કળિયુગની માતાઓ જન્મેલ બાળકને ત્યાજી રહી છે. હજુ થોડા સમય પહેલા જ એક નવજાત શિશુ હોસ્પિટલના બાથરુમમાંથી મળી આવ્યું હતું. એવામાં ફરી એક વખત કળિયુગની માતાએ અંદાજીત પાંચ માસના મૃત બાળકને તરછોડ્યું છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડાના બસ સ્ટેન્ડ બહાર મૃત અવસ્થામાં એક પાંચ માસનું નવજાત શિશુ મળી આવ્યું છે. જાહેર બસ સ્ટેન્ડ પાસે ફેંકેલી હાલતમા પાંચ માસના નવજાત શિશુ દેખતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કળિયુગની માતા નવજાત બાળકને દિવાલ પાસે મૂકીને ચાલી ગઈ હતી. લુણાવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈએ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વીના આધારે બાળકને કોણ ફેંકી ગયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. લુણાવાડા પોલીસ દ્વારા બાળકના માતા પિતાની શોધખોળ માટે CCTV ચેક કરવામાં આવી રહ્યા છે.