
મહેસાણા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના બાળકો વાહન ચલાવતા ઝડપાયા હતા. જેથી આરટીઓ અને પોલીસ તંત્ર માટે આ મુદ્દો માથાનો દુખાવો બન્યો હતો. જેથી આખરે પોલીસ તંત્ર અને આરટીઓ એકઠા થઈને મહેસાણા શહેર તેમજ ગ્રામ્યમાં સઘન તપાસ હાથ ધરી હતી. નાની ઉંમરના બાળકો વાહન ન ચલાવે તે માટે વાલીઓ સામે લાલ આંખ કરી હતી.
મહેસાણામાં નાની ઉંમરના બાળકો વાહન લઈને ડ્રાઈવિંગ કરતા હોવાનું સામે આવતા પોલીસને સાથે રાખી આરટીઓએ વિવિધ શાળાઓમાં સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં પાંચ શાળાઓમાં તપાસ કરી હતી. જ્યાં 26 અંડરએજ ડ્રાઈવિંગ કરતા ઝડપાયા હતા. 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર પકડાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 33 વાહન ડિટેઈન કરી 2.33 લાખનો દંડ ફટકાર્યો હતો. પોલીસ અને આરટીઓએ પકડાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓ અને ટ્રાફિક અને વાહન અંગેની સમજ આપવામાં આવી હતી.
રાજ્યમાં રોજ એક સગીરાનું અકસ્માતમાં થાય છે મોત, દર વર્ષે 18 વર્ષથી નાના 400થી વધુ સગીરના થાય છે અકસ્માતમાં મોત. રાજ્યમાં 2 વર્ષમાં સગીર દ્વારા 727 અકસ્માતો થયા હતા. દેશમાં 11890 અકસ્માત સગીર દ્વારા થાય છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઇવરના અકસ્માતે મોત થયાનું સામે આવ્યું છે.