રાજ્ય-સહિત દેશ-દુનિયામાં હોળી-ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગરમાં યુવકો ભવાઈની વિસરાતી જતી પરંપરાને જાળવી રાખવા કાર્યક્રમ યોજે છે. હોળી પ્રગટાવ્યા બાદ વડનગરના નદીઓળ વિસ્તારમાં હોળીના દિવસે ભવાઈનો કાર્યક્રમ યોજાય છે.
સાંજે હોળી પ્રગટાવ્યા પછી યુવાનો ચોકમાં એકઠા થઈને ભવાઈ યોજતા હોય છે. રામાયણના રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિતના પાત્રો ભજવતા હોય છે. આ ભવાઈનો કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. બીજા દિવસે રાવણનો વધ કરી દાંડિયા રાસ રમવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે.