
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારતા કરાવી દીધા છે. તેવામાં ફરી એક વખત ગરમીમાં શેકાવા તૈયારી રાખનારી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વધુમાં કહ્યું, આગામી દિવસોમાં રાજ્યમાં બેઠી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સાથે જ રાજ્યમાં આગામી સમયમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. જેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવાની શક્યતાઓ નાથી દેખાઈ રહી.
દરિયાઈ વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે
આવનારા દિવસોમાં દરિયાઈ વિભાગોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. જેને પગલે હવામાનમાં ડિસકમ્ફર્ટ સર્જવવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.