Home / Gujarat : Meteorological Department predicts rain for the next 5 days

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી, 14માં ઓરેન્જ તો 20 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી, 14માં ઓરેન્જ તો 20 જિલ્લામાં યલો એલર્ટ

ભરઉનાળે કમોસમી વરસાદે માઝા મૂકી છે. એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતી 50 કિમી પ્રતિકલાક સુધી નોંધાય તેવી શક્યતા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

તેમજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દ્વારકા, બોટાદમાં છૂટાછવાયા વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ  માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Related News

Icon