
મોરબી સહિત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કાળજાળ ગરમીનું આગમન થઈ ગયું છે. તેની સાથે ખેતરોમાં કાપણી માટે તૈયાર થઈ ગયેલો ઘઉંનો ઊભો પાક વીજળીના તારમાંથી તણખા ખરવાથી પાક સળગીને રાખ થવાની ઘટનાઓ પણ વધી રહી છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. રાજ્યમાં ખેતરોમાં ઉભા ઘઉંના પાક સળગી જવાના કિસ્સા સતત વધી રહ્યા છે.
મોરબી જિલ્લાના ઘુનડા ગામે આવો જ કિસ્સો બન્યો હતો. જેમાં ઘુનડા ગામે ખેડૂતના 15 વીઘામાં ઊભા ઘઉં બળીને રાખ થઈ ગયા હતા. ખેડૂતના ખેતરમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજલાઈનમાંથી શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. આગને પગલે ખેતરમાં કાપણી માટે તૈયાર ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જગદીશ રંગપરિયા નામના ખેડૂતના ખેતરમાં આગ લાગી હતી. વીજ વિભાગની ઘોર બેદરકારીએ ખેડૂતને રોવાનો વારો આવ્યો હતો.