મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શકિતધામ દિઘડીયા બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું છે. પુલ ઉપર ત્રણ ફૂટ પાણી વહી રહ્યું હોય વાહન વ્યવહાર બંધ કરાયો છે. પુલ ઉપર પાણી ફરી વળતાં વાહન ચાલકો પરેશાન થયા છે. હળવદ -સરાને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો છે. હળવદ તાલુકાના દીઘડિયા તેમજ આજુબાજુના નજીકના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે ધાંગધ્રામાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. સરા- ધાંગધ્રા વાયા ચિત્રોડી પુલ પરથી પાણી વહી રહ્યું હોય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હળવદ પંથકમાં ભારે પવન કડાકા ભડાકા ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે.