Morbi Fire News: ગુજરાતભરમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં પાંચ સ્થળે આગ લાગી હતી ત્યારે હજુ ગઈકાલે જ બોટાદમાં એક કોટન મિલમાં આગ લાગી હતી. એવામાં મોરબીમાંથી વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઇવે પર અણીયારી ટોલનાકા પાસે લાગેલી આગને મેજર ફાયર કોલ જાહેર કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં લીમિટ પેપર મિલના વેસ્ટ પેપરના ગોડાઉનમાં પડેલા પેપરના જથ્થામાં વિકરાળ આગ લાગી છે. ગોડાઉનમાં ભરેલ માલમાં આગ લાગતા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઇ હતી. હળવદ, ધાંગધ્રા, મોરબી, રાજકોટ, સહિતના સેન્ટરોમાંથી ફાયરના વાહનો દોડાવવામાં આવ્યા હતા.