મોરબીના હળવદના શરણેશ્વર રોડ પર આવેલા બગીચાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં છરી સાથે રિલ બનાવી સીન સપાટા કરવા યુવકોને ભારે પડ્યા હતા. ધારદાર હથિયાર સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી રોલો પાડનાર ઇસમો સામે હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોના આધારે પોલીસે યુવકોને ઝડપી પાડ્યા હતા.
હળવદના શરણેશ્વર રોડ પર આવેલા બગીચામાં જાહેરમાં છરી સાથે રિલ બનાવી સીન સપાટા કરનારા બે યુવકોનું પોલીસે ભૂત ઉતાર્યું છે. જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઇસમોને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી છે. હળવદના શરણેશ્વર રોડ પર આવેલા બગીચાનો વિડિયો વાયરલ થયો હતો. જુદા જુદા ત્રણ વિડિયો વાયરલ કર્યા હતા.
આ વિડિયોના આધારે પોલીસે બે જણને પકડીને કડક કાર્યવાહી આદરી છે. જીતેશ રાઠોડ અને કરણ સડલિયાએ બગીચામાં જાહેરમાં છરીઓ સાથે વિડિયો- રિલ્સ બનાવી હતી. આ રિલ્સ બનાવવી ભારે પડી ગઈ છે. હળવદ પોલીસે બંનેને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.