નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માં લોકો ને હાલાકી ના પડે તે માટે 20 નવી બોટો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણ ઘાટ ઉપર મૂકવામાં આવી છે. પરિક્રમા વાસીઓ માટે મંડપ પણ વધારવામાં આવ્યાં છે. જેનાથી પરિક્રમા વાસીઓ ચાલીને આવે અને આરામ થી બેસી શકે એમ્બ્યુલન્સ થી લડાવીને તમામ સુવિધાઓ નવી ઉપલબ્ધ કરવામાં આવી છે.
21 કિમીની પરિક્રમા
24 કલાક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. નજીકના જિલ્લાની પોલીસની મદદ લેવામાં આવી રહી છે. આ તમામ વ્યવસ્થાઓ ઊભી થતા ઉત્તરવહીની પરિક્રમા કરવા આવતા ભક્તોએ ચાર કલાકમાં જ પરિક્રમા પૂર્ણ કરી છે. નર્મદા પરિક્રમામાં લાખો ભક્તો અત્યાર સુધી આવી ચૂક્યા છે. 21 કિલોમીટરની પરિક્રમા રામપુરાથી શરૂ કરી તિલકવાડાના મણિનગેશ્વરથી પરત રામપુરા ઘાટ પરિક્રમાવાસીઓ પરિક્રમા કરે છે. પરિક્રમાનો અનેરો મહિમા છે. અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચના કરી પરિક્રમા પૂર્ણ કરે છે.