
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલી એપીએમસીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા એપીએમસીના સત્તાધીશોને નોટિસ પાઠવવા છતાંય 49 હાજર રૂપિયાનું વીજબિલ ભયું નથી. ગરૂડેશ્વર એપીએમસીમાં રજિસ્ટારનું શાસન છે.
અધિકારીઓ ધ્યાન ન આપતા હાલાકી
એપીએમસીના સત્તાધિશોને અગાઉ ગેરરીતિના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કપાતા એપીએમસીમાં આવતા ખેડૂતો ગરમીમાં શેકાય છે. જ્યારે એપીએમસીના કમ્પાઉન્ડમાં દુકાનો ભાડે આપેલી છે. તે દુકાન માલિકો પણ હેરાન પરેશાન છે. જિલ્લા રજીસ્ટારનું શાસન હોવાથી તેઓ ધ્યાન આપતા નથી. અધિકારીઓના અંધેર વહીવટથી ખેડૂતો માટે બનેલી એપીએમસી હાલ મૃત અવસ્થામાં જોવા મળી રહી છે.
10 મહિનાથી વીજબિલ ન ભરાયું
દક્ષિણ ગુજરાત વીજકંપનીને 10 માસથી વીજબિલ ના ચૂકવતા જિલ્લા રજીસ્ટારની બેદરકારી બહાર આવી છે. ખેડૂતો માટે બનેલી એપીએમસી શોભાના ગાંઠિયા સમાન નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ નજીક ગરૂડેશ્વર તાલુકો આવેલો છે. વિશ્વના ફલક ઉપર સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિકાસ બતાવવામાં આવી રહ્યો છે. તેનાથી ચાર કિલોમીટર વિસ્તારમાં ખેડૂતો માટે બનાવવામાં આવેલી એપીએમસીની દુર્દશા જોવા મળી રહી છે.