ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તર વાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થનાર છે. તેની તૈયારી હવે પૂર્ણતાને આરે છે. ત્યારે નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે. જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવે છે. તેમજ નાવડીયો જે રેંગણથી રામપુરા સુધી ચાલશે. એમાં 100 જેટલી નાવડીઓ ચાલશે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પૂલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પુલ કામ ચલાઉ છે ત્યારે આ પુલ ઉપર નીચે ભૂંગળા છે.ઉપરના ભાગે પ્લાસ્ટિકની બેગની અંદર રેતી અને ગોળ પથ્થર ભરીને ઉપર પુરાણ કરવામાં આવ્યું છે.
સુરક્ષાને લઈને પ્રાથમિકતા
આ ઉપરથી પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે ત્યારે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ને હવે માત્ર એક દિવસ બાકી છે ત્યારે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ઉત્તરવાહિની કીડી મકોડી ઘાટ શરૂ થશે ત્યારે નર્મદા નદી કિનારે કોઈ ન જાય તે માટે બેરી કેટ પણ મૂકવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરીકેટ મૂકવામાં આવ્યા છે.
20 લાખ લોકો આવવાની શક્યતા
લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે. કારણ કે, ખાસ કરીને શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે. મગરનો પણ ભય છે. ઉલ્લેખનિય છે કે આ વખતે શ્રદ્ધાળુ અને સ્નાન કરવા માટે અહીંયા ચાર સ્થળે પર ફુવારા મૂકવામાં આવશે. જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે. એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉલ્લેખનિય છે કે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. પરિક્રમા માર્ગ પર દરેક જગ્યાએ cctv કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવી છે