
રાજપીપળા ખાતે વ્યાયામ પ્રચારક મંડળના ગેટ સમયે એક ખુલ્લી જમીન પર રાત્રિના સમયે હીંસક પ્રાણી આવી ગયું હતું. બાંધકામની સાઇટ પર કામ કરતા દાહોદના મજદૂરની 32 દિવસની નવજાત શિશુને કોઈ અજાણ્યું જાનવર ખેંચીને જતા FSLની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી છે.
રાત્રે શોધખોળ કરી
બનાવની વિગત મુજબ દાહોદનું એક પરિવાર એક સાઈડ પર બાંધકામનું કામ કરવા આવેલું છે. જે રાત્રે ખુલ્લામાં સૂઈ રહ્યા હતાં. જે દરમ્યાન 32 દિવસની દીકરી સાથે સૂઈ રહ્યા હતા. જે દરમ્યાન કોઈ જાનવર આવી ગયું હતું. આ બાળકીને ઉઠાવી ગયું હતું. સવારે પરિવારે રાત્રે ગૂમ દીકરીની શોધખોળ કરી હતી. જે ના મળતા પોલીસને જાણ કરી હતી.
લોહી ભીના કપડાં મળ્યાં
પોલીસ અને FSlની ટીમે શોધખોળ કરી હતી. જેમાં બાળકીના શરીરના અંગો લોહીથી ખરડાયેલા કપડા મળી આવ્યાં હતાં. જોકે જે જગ્યાથી જાનવર ખેંચી ગયું હતું. ત્યાંથી ઝાડીઓમાં લઈ જતા લોહીનાં ટીપાં પડ્યા હતાં. જેના પરથી FSLની ટીમે તપાસ હાથ ધરી છે.