Navsari News: નવસારીમાં એક દીપડાએ ગામમાં આવીને ભારે આતંક મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કપડવંજ ગામે નાના ફળિયામાં દીપડો ઘરમાં ઘૂસીને ચાર લોકોને હેરાન કરી બીજા ઘરમાં ઘૂસી ગયો છે. જેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઘરમાં સામાન વેર વિખેર પડ્યો છે જે ઘરમાં હુમલો કર્યો હતો એ ચાર લોકોને ઘાયલ કર્યા છે. ઈજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. દીપડો જે ઘરમાં ભરાયો છે ત્યાં વન વિભાગ દ્વારા ટ્રેસ કરીને ડાર્ટ ગન દ્વારા બેહોશ કરીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારી વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે.