VIDEO: નવસારી જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને લીધે નવસારીની કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે કાળઝાળ ગરમી સહન કરતા લોકોને રાહત થઈ હતી. આ ઉપરાંત કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા તડકેશ્વર મંદિર પાણીમાં જળમગ્ન થયું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા કોઝ-વે પરથી પાણી વહેતા થયા હતા.
નવસારી શહેર સહિત ગ્રામ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે ખેડૂતો આનંદમાં આવી ગયા છે. વાવણીલાયક વરસાદની પ્રતીક્ષા કરી રહેલા જગતના તાતની આનંદની સીમા રહી નથી.