નવસારી જિલ્લામાં હાલ ભારે વરસાદથી કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે વાંસદાના વાંગણ ગામમાં આવેલો આંકડા ધોધની મજા માણી રહેલા પ્રવાસી યુવાનનો પગ લપસી જતા નીચે પડતા માંડમાંડ બચ્યો હતો. યુવાન લપસીને નીચે જતા જ નીચે ઉભેલા અન્ય યુવકના સહારે અટકી જતા તે પથ્થરમાં પાડવાથી બચી ગયો હતો. આ યુવકને લપસતા જોઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા..વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યાં છે કે, બેદરકારી દાખવનારા પોતે તો હેરાન થાય છે બીજાને પણ મુશ્કેલીમાં મૂકી શકતા હોય છે.