
Accident news: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળતો હોય છે. આ ઉપરાંત આમાં જાનહાનિ પણ વધી રહી છે. જેથી તંત્ર માટે આ માથાનો દુખાવો બન્યો છે. આજે પંચમહાલ અને પાટણ જિલ્લામાં અકસ્માત થયા હતા. જેમાં બે લોકોનાં મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર,પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર એસટી બસને અકસ્માત નડયો હતો. જેમાં ગોધરા નજીક નંદપુરા ગામ પાસે ભેંસોનું ટોળું આવી જતા એસટી બસના ડ્રાયવરે કાબૂ ગુમાવી દેતા એસટી બસ ભેંસો સાથે અથડાયા બાદ બસ સીધી ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાયવર સહિત ત્રણથી ચાર ઈજાગ્રસ્ત થયા હતા.
બીજી બાજું પાટણ જિલ્લાના રોડ-રસ્તાઓ કાળમુખા બન્યા છે. જેમાં સિદ્ધપુર-રાધનપુર હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 24 કલાકમાં બીજો અકસ્માત થયો હતો.ચાણસ્મા-હારિજ હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર દંપતીને અકસ્માત નડયો હતો. જેમાં અને પુત્ર અને પત્નીનું મોત થયું હતું. ઘટનાની કરુણતાએ હતી કે પત્નીને આઠ માસનો ગર્ભ હતો. સેઢાલ ગામના દંપતીને નડ્યો અકસ્માત કાળમુખા ટ્રક સવારે દંપતી અને પુત્રને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતા 108 મારફતે પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.