Home / Gujarat / Panchmahal : Anti-social elements extorting money from pilgrims in the name of parking in the pilgrimage site of Pavagadh

Pavagadh news: યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગના નામે યાત્રિકો પાસેથી પૈસા ખંખેરતા અસામાજિક તત્વો

Pavagadh news: યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગના નામે યાત્રિકો પાસેથી પૈસા ખંખેરતા અસામાજિક તત્વો

Pavagadh news: પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોની ભીડ જામે ત્યારે જાહેર જગ્યા ઉપર પાર્કિંગ કરાવી તેની સામે યાત્રિકો પાસેથી જબરજસ્તી પૈસા વસૂલવામાં આવે છે. રોડની એક તરફ તેમજ સરકારની માલિકીની આવેલી જગ્યાઓ ઉપર કાર પાર્કિંગ કરાવીને બળજબરી પૈસા વસૂલ કરતા અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ થયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યાત્રિકો પાસે પૈસા વસૂલવાની કોઈ સત્તા નહોવા છતાં કેટલાક અસામાજિક તત્વો સક્રિય થયા હોવાથી હવે વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. પાવાગઢ ખાતે આવતા યાત્રિકો પાસેથી ગેરકાયદે પૈસા ઉઘરાવતા તત્વોને ઓળખીને પોલીસ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, શક્તિપીઠ પાવાગઢ ખાતે તહેવારોમાં તેમજ શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. ડુંગર ઉપર પાર્કિંગની જગ્યા ઓછી હોવાને કારણે અવ્યવસ્થા નિવારવા માટે ડુંગર ઉપર ખાનગી વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવતો હોય છે. ખાનગી વાહનો લઈને આવતા પ્રવાસીઓ તેમના વાહનો તળેટીમાં પાર્ક કરીને જતા હોય છે. ત્યારે પાવાગઢ ખાતે પોતાના વાહનો જાહેર જગ્યા અથવા રોડની એક તરફ પાર્ક કરનારા પ્રવાસીઓ પાસેથી કેટલાક તત્વો બળજબરીથી પાર્કિંગના પૈસા ઉઘરાવતા હોય છે. કોઈ અધિકાર વગર પ્રોટેક્શન મનીના નામથી એક કાર દીઠ સો રૂપિયા કે તેનાથી વધુ રકમ માંગવામાં આવતી હોય છે.

ગઈકાલે રવિવારના રોજ પાવાગઢ પ્રવાસે આવેલા લોકો પાસેથી વાહન પાર્કિંગના પૈસા બળજબરી વસૂલવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ વહીવટી તંત્રના ધ્યાનમાં મામલો આવતા તંત્રએ લાલ આંખ કરી છે. પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલતા અસામાજિક તત્વોને ઓળખીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે.

Related News

Icon