
પાટણ: ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે બની ગોઝારી ઘટના બની છે. તળાવમાં ડુબી જવાથી લઘુમતી સમાજના પાંચ લોકોના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક જ પરિવારના વ્યક્તિઓ બકરા ચરાવવા ગયા હતા ત્યારે ભમરા ઉડતા તેનાથી બચવાં તળાવમાં કૂદી પડ્યા હતા. ઘટનાની જાણ થતા ચાણસ્મા વહીવટી તંત્ર પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મૃતકોમાં માતા સહિત એક જ પરિવારના ત્રણ બાળકો સાથે ગ્રામ પંચાયતના પટાવાળાના દિકરાનું પણ અકાળે અવસાન થયું છે. ગોઝારી ઘટનાને કારણે ગામમાં માતમ છવાયો છે. તમામ મૃતકના પોસ્ટ મોર્ટમ કરાયા બાદ મૃતદેહ પરિવારને અપાશે.
મૃતક વ્યકિતઓના નામ
૧.સોહેલ રહિમભાઈ કુરેશી - ૧૪ વર્ષ ( પુ.)
૨.સિમરન સલીમભાઈ સિપાહી -૧૨ વર્ષ (સ્રી )
૩.મલેક ફિરોજા કાળુભાઈ - ૩૨ વર્ષ (સ્રી )
૪.અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક - ૧૦ વર્ષ ( પુ.)
૫.મહેરા કાળુભાઈ મલેક - ૮ વર્ષ (સ્રી)