Patan News: બરોડા નજીક પાદરા પાસે સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ અડધો તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં અત્યારે બની રહેલ બ્રિજ પર અનેક શંકા કુશંકાઓ ઉભી થઇ છે. એવામાં પાટણમાં GSTV દ્વારા રિયાલિટી ચેક કરતા એક બ્રિજ સમારકામ માટેની સ્થિતિમાં દેખાઈ આવ્યો છે.
જેમાં પાટણ ડીસાને જોડતો સરસ્વતી નદી પરના પુલના નિર્માણને માત્ર સાડાત્રણ વર્ષ થયા છે અને રોડ બિસ્માર હાલતમાં દેખાઈ આવ્યો છે. એક વાહન ચાલકે GSTV સમક્ષ પ્રજાની વ્યથા ઉજાગર કરી હતી. સ્થાનિકે આક્રોશ પૂર્ણ રજુઆત કરતા જણાવ્યું હતું કે, સરકાર, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રૂપિયાની સાથે સાથે કપચી, રેતી, સિમેન્ટ, ખાતા થઇ ગયા છે.