
Patan news: પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઝૂંબેલ ચલાવી રહી છે ત્યારે સિદ્ધપુર તાલુકાના દેથળીમાં બાંગ્લાદેશી પતિ અને પતિનીની એલસીબીએ ધરપકડ કરી છે. આ દંપતી વર્ષ-2010થી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને મુંબઈમાં ગયા હતા અને ત્યારબાદ અમદાવાદ અને છેલ્લે સિદ્ધપુરના દેથળી ગામે છ મહિનાથી રહેતા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, હાલ રાજ્યમાં સરકાર અને તંત્ર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ સામે રીતસરની સ્પેશિયલ ઝૂંબેશ ચલાવી રહી છે. આ દરમ્યાન એલસીબીને મળેતી ખાનગી બાતમીના આધારે સિદ્ધપુર તાલુકાના દેથળી ગામેથી એક બાંગ્લાદેશી દંપતીને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશી
પતિ-પત્નીની ધરપકડ બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેઓ દેથળી ગામે છ મહિનાથી રહેતા હતા. આ બાંગ્લાદેશી પતિ-પત્ની વર્ષ-2010માં ગેરકાયદેસર રીતે ઘુસી આવીને મુંબઈ ભાગી ગયા હતા. ત્યારબાદ આ દંપતી ત્યાંથી ગુજરાતમાં પ્રવેશીને અમદાવાદ અને છેલ્લે સિદ્ધપુરના દેથળી ગામે રહેતું હતું. જો કે, આ દંપતીના બાંગ્લાદેશમાં છૂટાછેડા પણ થઈ ચુક્યા છે. પરંતુ વર્ષ-2020માં મહિલાએ મુંબઈમાં ફરીથી લગ્ન કર્યા હતા. એલસીબીની તપાસમાં આ દંપતી પાસેથી કોઈપણ ભારતીય દસ્તાવેજ નહોતું મળ્યું. હાલ તો આ દંપતીને પૂછપરછ બાદ બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.