
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા માર્ચ મહિનાના આરંભમાં બે વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આવનારા મહિનાની 2 અને 3 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે.
ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે.
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને વૃદ્ધોમાં કિટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.
જ્યારે 8 માર્ચ મહિલા દિવસે નવસારીમાં યોજાવનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજના સમયે તેમણે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે.