Home / Gujarat : PM Modi's arrival: Locals gather on the streets

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન: સ્થાનિકોનો રસ્તા પર જમાવડો, જાણો શું છે આગળના કાર્યક્રમ

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન: સ્થાનિકોનો રસ્તા પર જમાવડો, જાણો શું છે આગળના કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (1 માર્ચ, 2025) સાંજે જામનગર પહોંચ્યા છે. તેઓ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્દ મોદીનું આગમન થઈ ચુક્યું છે. પીએમ મોદીએ રસ્તા પર ગાડીમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સ્થાનિક લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે સાંજના સમયથી રાહ જોઈને ઉભા હતા. ખોડિયાર કોલોની તરફના રસ્તા પર બન્ને સાઇડ લોકોનો જમાવડો જામ્યો હતો. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરફોર્સ સ્ટેશનમાં ઉતરાણ કર્યા બાદ તેઓ સર્કીટ હાઉસ ખાતે પહોચશે. સર્કીટ હાઉસ પહોચતા પૂર્વે તેવો શરુ સેક્શન રોડ પર જામનગરના રાજવી જામસાહેબની મુલાકાત લઇ શકે છે. પ્રધાનમંત્રી જયારે જામનગર આવે ત્યારે તેઓ જામસાહેબને મળતા હોય છે. તિથિ મુજબ આજે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મદિવસ હોવાથી પીએમ મોદી તેમની શુભેચ્છા મુલાકાત લઇ શકે છે.

જામનગરના સર્કીટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી રાત્રી રોકાણ કરશે. રાત્રી રોકાણ બાદ રવિવારે સવારે ૬ કલાકે તેવો રિલાયન્સ જવા રવાના થશે. રિલાયન્સ રીફાઈનરી અંદર આવેલ વનતારાની મુલાકાત લેશે. જામનગરના મોટી ખાવડી સ્થિત “વનતારા” જ્યાં પ્રાણીઓની વિશ્વ કક્ષાની સારસાંભળ અહી કરવામાં આવે છે. ખાસ તો અનંત અંબાણીને પશુઓ પ્રત્યે ખુબ લગાવ છે તેમના પશુ પ્રેમને લઈને આ જગ્યા બનાવવામાં આવી છે. વનતારાની મુલાકાત બાદ તેવો બપોરે ૧૨:૪૫ કલાકે સીધા જ ગીર સોમનાથ જીલ્લામાં જવા માટે રવાના થશે.

Related News

Icon