પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે.ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડ્રાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.

