Porbandar News: ગુજરાતમાં ગોંડલ બાદ પોરબંદરની ચર્ચા ટોક ઑફ ધ ટાઉન બની રહી છે. પોરબંદરના સનસનીખેજ ખંડણી અને અપહરણ કેસમાં સતત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોરબંદરમાં કુછડી ગામે અપહરણ અને પૈસાની લેતીદેતી બાબતે નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપી હિતેશ ભીમા ઓડેદરા પાસે હિરલબા જાડેજાના નિવાસ સ્થાને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગોંડલ બાદ હવે પોરબંદરની રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે.
હિરલબાની તબિયત બગડતા તેમને રાજકોટ રિફર કરાયા
હિરલબા જાડેજા મેડકિલ તપાસ દરમિયાન બ્લડ પ્રેશર વધુ આવતા તેમને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે બાદ બપોરે 3:15 કલાકના સમયે વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હિરલબાને 108 મારફત રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાંથી રાજકોટ રિફર કરાયા હતા.
પોલીસ મોટી કાર્યવાહી કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે
હિરલબાની તબિયત બગડતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો બીજી તરફ આ કેસમાં ફરાર આરોપી વિજય ભીમા ઓડેદરા મુંબઈ એરપોર્ટ તરફથી ઝડપી લીધો છે. પોરબંદર પોલીસ હીરલબાના કેસમાં મોટી કાર્યવાહી કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોરબંદર જિલ્લાનો પોલિસ કાફલો હીરલાબા ચર્ચિત કેસમાં તપાસમાં જોડાયા છે. પોરબંદર પોલીસ પાસે હીરલબાના કેસમાં મજબૂત પુરાવાઓ મળી આવ્યા છે.