Home / Gujarat / Rajkot : Amit Khunt suicide case: Now a conference in rural areas

Rajkot News: અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સંમેલન, આરોપી નહીં ઝડપાય તો ઉગ્ર વિરોધની ચિમકી

Rajkot News: અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સંમેલન, આરોપી નહીં ઝડપાય તો ઉગ્ર વિરોધની ચિમકી

Rajkot News: રાજકોટ-અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમિત ખૂંટની આત્મહત્યાના પડઘા પડ્યા છે. હવે અનીડા ગામમાં સંમેલન મળ્યું છે. અમિત ખૂંટ કેસમાં આરોપીઓ નહિ પકડાય તો ઉગ્ર વિરોધ કરાશે. આગામી દિવસોમાં રીબડા ખાતે મહાસંમેલન કરવાની જાહેરાત કરાઇ છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાના અમિત ખુંટને હનિટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  આ કેસમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણીની પુછપરછમાં તેમને ફસાવનાર જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું.

આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે.

Related News

Icon