
Rajkot news: રાજકોટ જિલ્લામાં આવેલા સરધાર ગામના પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની ચકચારી હત્યા કેસમાં આખરે ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસે ભારે જહેમત અને તપાસ બાદ આખરે મૃતક હરેશ સાવલિયાના ખેતીના ભાગિયા મનોજ દ્વારા હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પૈસાની લેતી-દેતી અને ખેતીકામના ભાગિયા મનોજની પત્ની સાથે છેડતી કરી હતી. જેથી આરોપીએ તક જોઈ ત્રિકમથી પૂર્વઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યા કરી પત્ની અને પરિવારને વતન મોકલી દીધા હતા.
મળતી વિગતો અનુસાર, રાજકોટના સરધાર ગ્રામના પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યામાં રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લઈને આ કેસને ઉકેલી લીધો હતો. આરોપીએ હત્યાની પણ કબૂલાત કરી લીધી છે. સરધારના પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાના ખેતીકામમાં મદદ કરતા અને ખેતીમાં 33 ટકાની ભાગીદારી રાખી ગુજરાન ચલાવતા મનોજ નામના ભાગિયાએ ખેતરના માલિક અને પૂર્વ ઉપસરપંચની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. જેમાં મૃતક હરેશ ભાગિયા પૈસાની લેતીદેતીમાં મનોજની પત્નીની છેડતી કરતો હતો. જેથી ભાગિયા મનોજની પત્નીએ હરેશની હરકત અંગેની જાણ કરી. મનોજે હત્યા કરવાનું નક્કી કરી લીધા બાદ તેની પત્ની અને પરિવારને વતન મોકલી દીધા હતા. મોકો જોઈ ભાગિયા મનોજે ત્રિકમથી હરેશની હત્યા કરી નાખી હતી. જે અંગેની જાણ થતા ક્રાઈમ બ્રાંચે આરોપી મનોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતી સમગ્ર ઘટના
રાજકોટથી 32 કિ.મી.દૂર ભાવનગર રોડ પર સરધાર ગામની સીમમાં હરેશભાઈ મોહનભાઈ સાવલિયા (ઉ.વ. 53) ની તેમની વાડીમાં ગત રાત્રિ દરમિયાન ત્રિકમના ક્રૂરતાથી હત્યા કરાયાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે. મૃતક સામાજિક અગ્રણી અને ગામના ઉપસરપંચ પદે રહી ચૂક્યા હતા અને હત્યાથી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.