
ધોરાજીના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી છે, શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઈટ સાફ-સફાઈ અને રોડ રસ્તા ઘણાં વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી. અને નાનાં બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારોના નાનાં બાળકો આંગણવાડી ન હોવાથી નાનાં બાળકો અભ્યાસથી વંચિત છે.
તંત્ર દ્વારા કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી
નગરપાલિકા તંત્રને શુધ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી.
ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો
ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા. તે પણ નળીયા કોલોની અને વોર્ડ છ સામું જોયું જ નથી, તેને લઈને આજરોજ નગરપાલિકા તંત્ર નો વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈ પણ પક્ષના ઉમેદવારો એ મત માટે આવું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.