ધોરાજી શહેરમાં બીએસએએનએલના જૂના થાંભલા ગૅસ કટરથી કાપીને ચોરી કરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થય છે. આ થાંભલા ગૅસ કટરથી કાપી પિકપવાનમાં ભરી જતા અમુક શખ્સો વી
ધોરાજીમાં ભાજપના ગ્રહોની દિશા નબળી હોય તેવું લાગી રહ્યુ છે થાંભલા ઉઠાંતરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
થોડા દિવસો પહેલા ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખે 13 દિવસ માં રાજીનામું ધરી દીધું અને હવે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર-7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટર ના ચેરમેન નીતિન જાગાણી અને તેની સાથે અન્ય શખ્સો bsnl ના થાંભલા પિકપ વાન માં ભરેલ હોય અને ગૅસ કટર વગેરે સાધનો સાથે જોવા મળ્યા
ટેલિફોન થાંભલા કાપી લઇ જવાઈ રહ્યાં હતા ત્યારે જાગૃત નાગરીકો એ વીડિયો ઉતારી લેતાં ઉપસ્થિત ભાજપ ના નગરસેવક નીતિનભાઈ એ થાંભલા ધાર્મિક જગ્યાનું બહાનું બતાવી લઇ જતાં હોવાનું કારણ રજૂ કર્યું હતુ.
ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા છતાં પણ હજુ BSNLના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરતા અનેક જાતના તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. ભારત સરકારની સરકારી માલ મિલકત ની ઉઠાંતરી કરનારા ઈસમો સામે ફરિયાદ ન કરતા અધિકારીઓ સવાલો ઉઠયા છે.