
Rajkot news: રાજકોટ શહેરને અડીને આવેલા હીરાસર એરપોર્ટમાં આજે સ્થાનિક ટેક્સી એસોસિએશન અને સ્થાનિક મહિલાઓની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને વચ્ચે ઘર્ષણ બાદ કોન્ટ્રાક્ટરે સ્થાનિક મહિલા દાદાગીરી કરી રહ્યાનો આરોપ મૂકીને ટેક્સી એસો.એ પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના હીરાસર એરપોર્ટ ખાતે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર તેમજ સ્થાનિક ટેક્સી એસોસિએશન વચ્ચે ધંધાને લઈ ઘર્ષણ થયું હતું. જેમાં એરપોર્ટ પર આપેલા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ અને સ્થાનિક મહિલાઓ દાદાગીરી કરી રહ્યાનો ટેક્સી એસો.ના માણસોએ આરોપ મૂક્યો હતો. ત્યારબાદ ટેક્સી એસો. અત્યાર સુધી ધંધો કરવા અને એરપોર્ટમાં મહિલાઓને નાણાં આપ્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ નાણાં આપવાનું બંધ કરતા મહિલાને આગળ ધરી ડ્રાઈવરો પર ખોટા પોલીસ કેસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આટલું ઓછા હોય તેમ એરપોર્ટમાં ધંધો ન કરવા દેવા ખાનગી કપની અને મહિલા એક થઈ કોઈ પણ ટેક્સીને એરપોર્ટમાંથી પેસેન્જર ભરવા દેતા નથી જેથી ટેક્સી એસો. દ્વારા પોલીસ કમિશ્નરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.