
રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં UPSCની તૈયારી કરતો એક યુવક ગુમ થયો હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજકુમાર રતનલાલ જાટ નામનો યુવક ઘરેથી ગુમ થયો હોવાની પિતાએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરતો પોતાનો પુત્ર ગૂમ થતા પરિવારજમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે.
પિતાએ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા હતા કે પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે મોટરસાયકલ ઉભુ રાખતા યુવકને માર મારવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘર પાસે બાઈક ઉભુ રાખતા નેતાના માણસોએ બંગલામાં લઈ જઈને માર માર્યો હતો. ગોંડલ પોલીસ મથકમાં પિતાએ પોતાનો પુત્ર ઘરેથી ગૂમ થયો હોવાની લેખિત ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.