પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. ત્યારે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા પરિવારોને પણ પરત કરી દેવાયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયેલો પરિવાર પણ છૂટો પડશે. મૂળ પાકિસ્તાનના પરંતુ લોંગટર્મ વિઝા પર ભારત રહેતા હતા. પહેલગામ હુમલા વખતે પણ તેઓ પાકિસ્તાનમાં હતા. તેઓ ભારત પરત ફર્યા ત્યારે બોર્ડર પર પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પત્ની, ભાભી અને બે દિકરીઓને પરત ન આવવા દીધા.
કરાચીમાં તેમના સાળાના લગ્નમાં ગયા હતા
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ રાજકોટના ભાવેશ વિસરિયા તેમના પરિવાર સાથે પાકિસ્તાન સ્થિત કરાચીમાં તેમના સાળાના લગ્નમાં ગયા હતા. પરંતુ એ સમયે પહેલગામ હુમલો થતાં પરિવાર પર મુશ્કેલી આવી છે. પહેલગામ હુમલાના સમાચાર મળતા તેઓ પોતાના પરિવાર સાથે પરત ફર્યા, પરંતુ પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પત્ની, ભાભી અને તેમની બે દીકરીઓને ભારત પરત આવવા ન દીધા.
એકલા તેમના નાના દીકરા સાથે પરત ફરવું પડ્યું
ભારત સરકાર દ્વારા લોંગ ટાઈમ વિઝા ધરાવતા નાગરિકોને પરત ન મોકલવા સૂચના આપી હોવાનું પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું છે. પાકિસ્તાન ભારત બોર્ડર પર પહોંચતા ત્યાં અધિકારીઓ દ્વારા જાણ કરી તેમના પત્ની, ભાભી અને બે દીકરીઓને પરત ન મોકલ્યા. ત્યાં આ પ્રકારની જાણ થતાં હોટલની વ્યવસ્થા કરવા નીકળ્યા તો હોટલ સંચાલકો ભારતીય નાગરિકો અને પાકિસ્તાની હિન્દુઓને હોટલ પણ આપતા નથી. છેલ્લે ગુરુદ્વારામાં આશરો લેવો પડ્યો અને એકલા તેમના નાના દીકરા સાથે પરત ફરવું પડ્યું.
લોંગ ટર્મ વિઝાથી ભારતમાં 15 વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે
ભાવેશ વિસરિયાની ભારત સરકાર પાસે માંગ છે કે તેમના પરિવારોને પાકિસ્તાનથી પરત લાવવામાં મદદ કરે. ભાવેશ વિસરિયાના પત્ની મૂળ પાકિસ્તાન કરાચીના પરંતુ લોંગ ટર્મ વિઝાથી ભારતમાં 15 વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે. તેઓ 1 એપ્રિલે રાજકોટ વાયા અમૃતસરથી ટૅક્સીમાં વાઘા અટારી બોર્ડર અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી ટૅક્સીમાં લાહોર અને ત્યાર બાદ કરાચી પહોંચ્યા હતા.