રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બુધવારની વહેલી સવારે એક દીપડો જોવા મળતા નાસભાગ મચી જવા પામી હતી. એરપોર્ટની પેરામીટર વોલ પર દીપડાની હાજરીએ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સામાન્ય રીતે એરપોર્ટ પર અને તેની આસપાસ સઘન સુરક્ષા જોવા મળતી હોય છે. પરંતુ રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે બુધવારે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વેની પેરામીટર વોલ નજીક દીપડાના આંટાફેરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી છે. દીપડો દીવાલ કુદીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની માહિતી મળ્યા બાદ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે પાંજરા પણ મુક્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તા