Home / Gujarat / Jamnagar : Demolition in Jamnagar, properties of Syecha brothers demolished

VIDEO: જામનગર બેડીમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, માથાભારે સાયચા બંધુઓની મિલકતો ઉખેડી ફેંકી

જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આજે તંત્ર દ્વારા મોટા પાયે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા બંગલાઓ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેડીમાં ફરી એકવાર સાયચા બંધુઓના મકાનો સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ ડિમોલેશન કરીને આ વિસ્તારના માથાભારે તત્વોના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

11 મકાન પર બુલડોઝર ફરી વળ્યું

જામનગર બેડીના કુખ્યાત સાયચા બંધુઓના 5000 ચોરસ મીટરમાં 11 મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા અને શહેરના દરેક ડિવિઝનના પી.આઇ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ ઉપરાંત કલેક્ટર વિભગનું તંત્ર પણ ખડેપગે આ કાર્યવાહીમાં જોડાયું હતું.

ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામો તોડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું સર્વે નંબર 62 વાળું 279 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત 21,37,600 રૂપિયા છે. આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન સર્વે નંબર 40/1-29-50 વાળું 167 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની કિંમત 12,800 રૂપિયા દર્શાવવામાં આવી છે. તેમજ ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું સર્વે નંબર 40/પૈકી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 8,32,000 રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું સર્વે નંબર 40/ડી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ 8,32,000 રૂપિયા છે. 

તેમજ ફારૂક હુશેન સાઈચાનું સર્વે નંબર 40/1-29-50 વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. ઉમર દાઉદ સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. તેમજ એઝાઝ ઉંમર સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. 

વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલ 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 1688 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. જેની કુલ કિંમત 2,36,15,200 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Related News

Icon