
Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ મોરબી હાઈવે પર આવેલી ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શિક્ષણના ધામમાં અત્યાર સુધી વિધાર્થીઓ વિવાદમાં આવતા હવે પ્રોફેસર પણ વિવાદમાં આવ્યા છે. પ્રોફેસર યુનિવર્સિટીમાં ન્યૂડ વિડ્યોકોલમાં વાત કરતા જોવા મળતાં ચકચારી મચી જવા પામી છે.
મારવાડી યુનિવર્સિટીમાં કોમ્યુટર વિભાગના પ્રોફેસર આશિષકુમાર શુભાસચંદ્ર ભાલોડીયા વિવાદમાં સપડાયા છે. કોમ્યુટર વિભાગના પ્રોફેસર ગેલેરીમાં ન્યૂડ વિડ્યોકોલમાં વાત કરતા જોવા મળ્યા હતા. મોબાઈલ વીડિયો કોલમાં સામે મહિલા ન્યૂડ ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મારવાડી યુનિવર્સિટીના વિધાર્થીએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.