
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સામાં નવો વળાંક સામે આવ્યો છે. વિધર્મી સાહિલે ૧૫ વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. જેમાં હવે આ મામલે આરોપી સાહિલની અન્ય પ્રેમિકા મીડિયા સામે આવી છે. આરોપી સાહિલ શાળામાં ભણતી એક સગીરાનું અપહરણ કરીને ભગાડીને લઈ ગયો હતો. ત્યારે તે સગીરાની માતા તેમજ સાહિલની અન્ય પ્રેમિકાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન રજુ કર્યું હતું.
સાહિલની અન્ય પ્રેમિકાએ કહ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી સાહિલ સાથે પ્રેમ સંબંધમાં છું. પત્નીને તલાક આપી મારી સાથે નિકાહ પડવાની વાત કરી હતી. સાહિલના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે અને તેને પાંચ વર્ષનો સંતાન છે. સાહિલે મારા પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા છે. સાહિલ મને અનેક વખત ધાક-ધમકી આપતો હતો.
વિધર્મી સાહિલ હજુ પણ પોલીસ પકડથી દૂર
સાહિલે સોશિયલ મીડિયામાં સગીરાની માતા ઉપર દેહ વ્યાપારનો આક્ષેપ કર્યો હતો. એવામાં સગીરાની માતાએ પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, સાહિલ સાથે રહીને મારી દિકરીને ભરમાવી રહ્યો છે. મારી દીકરીને સમસ્યા હોય તો તે પોલીસને જાણ કરી શકે છે. સાહિલના કહેવાથી મારી દીકરી મારા ઉપર આક્ષેપ કરી રહી છે. મારા ભાઈના હોટેલના કામને કારણે આરોપીની અવરજવર અમારા ઘરે રહેતી હતી જેથી અમે લોકો છેલ્લા આઠ મહિનાથી સાહિલના સંપર્કમાં હતા. સાહિલ મને માં કહીને બોલાવતો હતો. પોલીસને અપીલ છે કે જલ્દીથી આરોપીને ઝડપી પાડવામાં આવે.