RAjKOT: પાઘડીએ સૌરાષ્ટ્રની શાન ગણાય છે. રાજા રજવાડાઓના સમયથી માથું કપાય પણ પાઘડી નીચે ના પડવા દેતા. ત્યારે રાજકોટના એક કારીગર વેપારીએ પીએમ મોદીના શાસનથી અભિભૂત થઈને ખાસ પાઘડી તૈયાર કરી છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજયરાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન પ્રત્યેના પ્રેમમાં આ ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. પીએમ મોદી 75 વર્ષની ઉંમરના થયા એટલે કારીગરે તેમની અમૃત જયંતિ વર્ષે ખાસ આંટાવાળી પાઘડી તૈયાર કરી છે.
PMના શાસનને 10 વર્ષ થતાં 10 ફૂટ પહોળાઈ
PM MODIની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. PMના શાસનકાળને 10 વર્ષ થયાં હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી છે. એટલું જ નહીં PM મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે
11 હજાર રૂપિયાનો પાઘડી બનાવવા કર્યો ખર્ચ
આંટાવાળી પાઘડી એક ઝાલાવાડની ઓળખ ગણાતી હતી. આજે હવે એ પાઘડી ભૂલાઈ છે. પરંતુ રાજકોટના સંજયભાઈ વર્ષોથી પાઘડીનો ધંધો કરે છે. ત્યારે પીએમ મોદી 75 વર્ષના થઈ રહ્યા છે ત્યારે એક ખાસ ભેટ આપવા તેમણે 5 કારીગરો સાથે મળીને સતત 5 દિવસ સુધી મહેનત કરીને આ પાઘડી તૈયાર કરી છે. આંટાવાળી કાઠિયાવાડી પાઘડી પીએમ મોદીને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રૂપિયા 11 હજારના ખર્ચે આ પાઘડી તૈયાર કરી છે. હવે કેવી રીતે પીએમ સુધી પહોંચાડવી તેની દ્વિધામાં પણ છે.