રાજકોટમાં ચોરોએ ભગવાનને પણ છોડ્યા નહીં. રાજકોટના ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં બુકાની ધારી શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરે દેરાસરની બાજુમાં આવેલા અવાવરુ મકાનમાંથી દેરાસરમાં પેઠો હતો. બુકાની ધારી શખ્સએ દાનપેટી અને રોકડની ઉઠાંતરીનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા દેરાસરમાં ચોર ચોરી કરવા તો ઘૂસ્યો પરંતુ સિક્યોરિટી ગાર્ડ જોઈ જતાં દાનપેટીનો ઘા કરીને ભાગી ગયો હતો. ધારદાર હથિયારો સાથે આવેલા ચોરે દેરાસરમાં લાગેલી દાનપેટી ઉઠાવી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ જોઈ જતાં તે દાનપેટી ફેંકીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાના ફૂટેજ બહાર આવ્યા છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.