રંગીલા રાજકોટ શહેરમાં કોણ જાણે કેમ ઘણા સમયથી કોઈની નજર લાગી હોય તેવી નોબત આવી છે. અહીં અવાર-નવાર આગની ઘટના સામે આવી જતી હોય છે. આવી જ વધુ એક આગની ઘટના આવી સામે હતી. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે HCG હોસ્પિટલ સામે પ્લોટમાં આગ લાગી હતી.
પ્લોટમાં આગ લાગતા તાબડતોબ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.