રંગીલા રાજકોટની કોઈ એક સોસાયટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં
શ્વાનને કોથળામાં પુરીને ક્રૂરતા આચરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. શ્વાન ઘરમાં વારંવાર
ઘુસી જતા આ પ્રકારનો અત્યાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે.
કોથળામાં ઠાંસી ઠાંસીને શ્વાનને બાંધીને પુરીને શ્વાનને ખૂબ દૂર છોડી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, અબોલ જાનવરને આવી રીતે ક્રૂરતા આચરવી એ સમાજ માટે એક પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરે છે.