Home / Gujarat / Rajkot : VIDEO: Former MLA Jayarajsinh Jadeja's allegation

'પાટીદાર આંદોલનના નિષ્ફળ લોકો બગાડી રહ્યા છે ગોંડલનું વાતાવરણ', પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો આરોપ

'પાટીદાર આંદોલનના નિષ્ફળ લોકો બગાડી રહ્યા છે ગોંડલનું વાતાવરણ', પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો આરોપ

રાજકોટ-ગોંડલ વિવાદ પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. '

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાટીદાર આંદોલન સમયે જે નાપાસ થયેલા લોકો છે તે ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે

પાટીદાર આંદોલન સમયે જે નાપાસ થયેલા લોકો છે તે ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે, જે રીતે ગોંડલની જનતાએ તેમને જવાબ આપ્યો છે તેનાથી મોટો મારો જવાબ નથી. જયરાજસિંહ જાડેજાએ ગણેશ ગોંડલ નામ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું  છે. 

અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે શહેરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

અલ્પેશ કથીરિયા અને તેમના સાથી આગેવાનો ગોંડલ પહોંચ્યા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ તેમના કાફલાની ગાડીઓ પર તોડફોડ કરી, જેના કારણે મામલો વધુ બિચક્યો. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.આ ઘટના દરમિયાન, ગણેશ જાડેજા પોતે તેમના સમર્થકો વચ્ચે આવીને વિનંતી કરી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ હિંસક કાર્યવાહી ન થાય. 

Related News

Icon