
સાબરકાંઠામાં યુવકને ઇન્કમટેક્ષની 36 કરોડની નોટીસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, યુવાનના એકાઉન્ટ સાથે GST નંબર લિંક હોવાનું ખુલ્યું છે. સુરતમાં GST નંબર રજીસ્ટર થયો છે. સેન્ટ્રલ GST દ્વારા ટ્રાન્ઝેક્શનના આધારે નોટીસ અપાયાનું ઇન્કમ ટેક્ષ એડવાઇઝરે જણાવ્યું હતું.
યુવાનના ડોક્યુમેન્ટનો અન્ય લોકોએ ઉપયોગ કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇન્કમટેક્ષ વિભાગે જણાવ્યું હતું કે, આ માત્ર શો-કોઝ નોટીસ છે, 36 કરોડના એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન થયા છે. હાલ નોટીસ આપી છે, એણે પોતાનો જવાબ રજુ કરવો પડશે. જે.કે એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ટ્રાન્જેક્શન થયા છે.
શું છે સમગ્ર મામલો?
સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને 36 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને 36 કરોડની નોટીસ મળતા સમગ્ર પરિવાર અચંબિત થયો છે. ઈન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં 36 કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયુ છે. તો બીજી તરફ સમગ્ર પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો પગાર 12 હજાર
અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનો પગાર 12 હજાર છે. બેન્ક બેલેન્સ માત્ર 12 રૂપિયા છે.ઈન્દિરા આવાસમાં મળેલા ઘરમાં રહે છે. ત્યારે ઈન્કમટેકસ વિભાગે 36 કરોડની નોટીસ મળતા વિધવા માતા અને પુત્રની આંખમાં આસું આવી ગયા છે. યુવાને રડતા રડતા સમગ્ર વ્યથા જણાવી છે.